કાલે આપણે બધા ફરી આ જગ્યાએ ભેગા થઈશુ અને ત્યારે ઉંટ ને પણ બોલાવી રાખશુ. સૌ પ્રથમ મહારાજ આજ ની જેમ બધાને જંગલ ના દુકાળ વિશે કહેશે અને બધા ને જંગલ મુકી ને જતા રહેવા નુ કહેશે. ત્યારે હુ (ચિત્તો) મહરાજ ને કહિશ કે "હે મહારાજ, આપ જંગલ ના રાજા છો, આપનુ જિવતા રહેવુ આ જંગલ માટે અત્યંત જરુરી છે. માટે હે મહારાજ આપ મેને મારી ને ખાઈ જાઓ." જેવુ હુ આ કહુ એટલે દરેકે આ પ્રકાર ની સમર્પણ ની વાત કહેવી. આપણે કહીશુ તો ઉંટ પણ કહેશે જ ને? બસ...બીજા દિવસે યોજના પ્રામાણે બધા ભેગા થયા અને સિંહ રાજા ને ભોજન બનવા મટે ની બધાએ ઓફર કરી. બધાને ઓફર કરતા જોઈ બીચારા ઉંટ ને થયુ કે આ બધા કહે છે તો મારે પણ કહેવુ જોઇએ... આથી ઉંટ બોલ્યુ કે "મહરાજ આપ મને ખાઈ શકો છો." બસ હવે બીજુ તો શુ જોઇતુ હતુ? બધા એક સંપ થઈ ને ઉંટ પર તુટી પ્ડ્યા.
Wednesday, September 14, 2011
એક વાર્તા : બાળપણ મા સાંભળી હતી, જે હવે સમજાણી.... A story : heard in childhood, just understood....
એક વાર એક જંગલ હતુ. જેમા સિંહ, વાઘ, ચિત્તો, દિપડો, વરુ, શિયાળ જેવા પ્રાણીઓ ની સાથે એક ઉંટ રહેતુ હતુ.
એક વખત જંગલ મા દુકાળની સ્થિતિનુ નિર્માણ થયુ. ઘણા લાંબા સમય સુધી વરસાદ ન આવ્યો. ધીરે ધીરે જંગલ નુ પાણી સુકાતુ ગયુ. પાણી સુકાઈ જતા હરણ, સસલા, ભેંસ તથા બીજા શાકાહારી પ્રાણીઓ એક પછી એક પાણી ન મળવાના કારણે મરવા લાગ્યા.
જે પ્રાણીઓ જીવતા હતા તેનો શિકાર કરી ને સિંહ, વાઘ, ચિત્તો, દિપડો, વરુ, શિયાળ જેવા પ્રાણીઓ જિવતા રહ્યા.
એક દિવસ તો એવો આવ્યો કે આખા જંગલ મા શિકાર કરવા માટે કોઇ પ્રાણીજ ના બચ્યુ.
આથી, વાઘ ના કહેવાથી જંગલ ના રાજા સિંહે શિકારી પ્રાણીઓ ની સભા બોલાવી. સભા મા જંગલ ના રાજા એ દરેક શિકારીઓ ને દુકાળની સ્થિતિ સમજાવતા કહ્યુ કે હજુ વરસાદ આવતા એક મહિનો લાગે તેમ છે અને જીવતા રહેવા માટે એક મહિનો ચાલે તેટલો ખોરાક જંગલ મા નથી. ક્દાવર એવા જંગલ ના રાજાએ શિકારી પ્રાણીઓ ને સમજાવ્યા કે, તો તમે લોકો આ જંગલ મુકી ને જતા રહો.
આ વાત સાંભળીને બધા વ્યથીત થઈ ગયા. બધા એ આનો માર્ગ શોધવા નુ વિચાર્યુ.
ચિત્તા એ કહ્યુ કે મહારાજ એક વિકલ્પ છે, આપણા જંગલ મા ઉંટ હજુ જીવે છે કા.કે. એને પાણી ની પણ ઓછી જરુર હોય છે. કદ મા પણ ખાસ્સુ મોટુ હોવાથી આપણા બધાનુ એક મહિના નુ ભોજન થઈ શકે.
બધાને આ પ્રસ્તાવ ખુબ ગમ્યો. પણ, આ વાત સાંભળતા વાઘ ગુસ્સે થઈ ગયો. એણે કહ્યુ કે ઉંટ તો આપણુ મિત્ર છે, એને થોડુ મારી નખાય? અને આ જંગલ ના નિયમ મુજબ મિત્રને મારી શકાતો નથી.
ચિત્તાએ વાઘ ને સમજાવ્યો કે "એક મિત્રજ બિજા મિત્રના કામ આવે ને!" અને ઉંટ પોતે કહે કે મને મારી ને ખાઈ જાઓ તો?
તો વાઘે કહ્યુ કે તો નિયમ મુજબ એ કરી શકાય.
આથી, બધાની સંમતિ થી ઉંટનુ મારણ કરવાનુ નક્કિ થયુ.
આ માટે ની યોજના ચિત્તાના મગજ મા તૈયાર જ હતી.
હવે, આ કામ કેવી રીતે કરવુ તે ના જવાબ મા ચિત્તએ બધાને સમજાવ્યુ કે,
Subscribe to:
Posts (Atom)