આપણને ભણાવવા માં આવ્યું છે કે ભારત માં જાતી પ્રથા નું દુષણ સદીઓ થઈ ચાલ્યું આવે છે. પરંતુ તથ્ય કાંઈક અલગ છે.
હા, ભારત મા વર્ણ વ્યવસ્થા હતી. પણ વર્ણ આધારિત ભેદભાવ નહોતો. પરંતુ આપણને અંગ્રેજો એ પોતાના સ્વાર્થ ખાતર ધીરે ધીરે આ વાત ગળે ઉતરી દીધી કે ભારત માં જાતિ પ્રથા નું દુષણ ચાલ્યું આવ્યું છે. આપડે બધા short-sighted છીએ. દૂર નું (ના ભૂતકાળ મા ના ભવિષ્ય તરફ) જોઈ શકતા નથી.
પરિણામે આપડે જે ભણ્યા એના આધારે પોતાનો perception બનાવી ને બેસી ગયા.
દલિતો ને લાગવા લાગ્યું કે એમના સાથે અન્યાય થયો છે અને સવર્ણ ને લાગવા લાગ્યું કે એ લોકો પાપી છે (અપરાધભાવ)
જો ખરેખર આપણી વર્ણ વ્યવસ્થા માં ભેદભાવ હોત તો ધાર્મિક રીતે સૌથી ચુસ્ત ગણાતા દક્ષિણ ભારતીયો કહેવાતી દલિત જાતિ ના લોકો પાસે મંદિર નિર્માણ કરાવે?
એક વાત માનવી જોઇયે કે અત્યારે આપણે જે કાંઈ પણ ભણીએ છીએ એ લોર્ડ મેકેલો એ આપેલી શિક્ષા વ્યવસ્થા નો ભાગ છે જેમાં ભારતીયતા ની આશા રાખવી પણ નક્કામી છે.
વર્ષો-સદીઓ સુધી આપણું જ્ઞાન મૌખિક રીતે ટ્રાન્સફર થતું રહ્યું છે. આપડે ધીરે ધીરે એ બધા જ્ઞાન ના ભંડારો ને ઓળખી ને અભ્યાસક્રમો મા દાખલ કરવાની પહેલ કરવાની છે.
આ માટે અંગેજો ની ઈચ્છા મુજબ બની ગયેલા ભારતીયો નહીં ચાલે. આપડે અંગ્રેજો ના મેટ્રિક્સ માંથી બહાર નીકળેલા ભારતીયો એ પહેલ કરવાની છે.
વધુ ડેટાઇલ માહિતી માટે આ વીડિયો એક વખત જરૂર જોશો.
સ્નેહી મિત્ર મેહુલભાઈ પટેલ સાથે નો સંવાદ.
https://youtu.be/cVCb1C-smE8
https://m.facebook.com/story.php?story_fbid=10155635429779146&id=20781959145